અમરેલી,
જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા એ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી પટેલ સાહેબને પત્ર પાઠવી ગત તા.13/05/2024 તથા 14/05/2024 તથા તા.15/05/2024 ના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી તારાજી થયેલી જેના કારણે ખેડુતોએ વાવેતર કરેલ ઉનાળુ ખેતી પાકો જેવાકે બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વિગેરે પાકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે.તેમજ બગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાની છે.આ ઉપરાંત બાબરા, વડીયા, સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદથી બાબરા વિસ્તારમાં વધુ પડતુ શહેરી વિસ્તાર સાથે ગામડાઓમાં ખેતીને નુકશાન થયુ છે.જયારે બાબરા શહેરમાં 100 જેટલા વિજપોલ અને વૃક્ષો ધરાશાહી થયેલ છે.તેમજ બાબરા તથા અમરાપરા વિસ્તારમાં જી.આઈ.ડી.સી. અને જીનીંગ મીલોને પણ નુકશાની થયેલ હોય ત્યારે તાત્કાલીક સર્વે કરીને યોગ્ય સહાય કરવા રજુઆત કરેલ