અમરેલી,
રાજકોટમાં અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફટી ઝુંબેશ શરૂ થઇ છે અમરેલીમાં પણ આ ઝુંબેશ ચાલી રહી છે જેના એક ભાગરૂપે આજે તા.12 ના રોજ ફાયરની ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે આવેલ સિનિયર સીટીઝન પાર્કમાં એક એકઝીબીશન યોજાનાર છે. સાંજના 4 વાગ્યાથી શરૂ થનારા એકઝીબીશનમાં આગ લાગે ત્યારે શું કરવુ શું ના કરવું ?આગ બુજાવવા વપરાતા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. હાલમાં ઇમરજન્સી સર્વિસ પાસે ઉપબ્ધ સાધનોનું ડેમોસ્ટ્રેશન અને ફાયરને લગતા તમામ પ્રકારના પ્રશ્ર્નોનું સમાધાન અમરેલીના લોકોને પ્રાપ્ત થાય અને છેવાડેના નાગરીક સુધી સલામતીનો આશય પહોંચે તે હેતુથી એકઝીબીશનમાં જોડાવાની અપીલ ફાયર સર્વિસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.