ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત

ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત

ડેડાણ,
ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જવાનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રોડ ઉપર જાણે નદી ચાલતી હોય તેમ ચોમાસામાં પાણી વહેતુ રહે છે. ત્રાકુડાથી ફાચરીયાનો રસ્તો કાચો પાકો છે અને બે જગ્યાએ નાળા જ નથી. અને ખેતરનું પાણી આ રસ્તા પર આવે છે. જાણે નદી હોય તેમ પાણી વહેતુરહે છે અને ભુલે ચુકે ટુ વ્હિલર ચાલકો આ રસ્તે ચડી ગયા તો ગોતવા થી પણ ન મળે એટલું પાણી વહેતુ હોય છે. આ રસ્તા પર ઘણા વર્ષોથી આવી દશા સર્જાય છે. ફાચરીયા કે લોર, માણસાનાં લોકો કોઇ કશું બોલતા નથી અને ચુપચાપ સહન કર્યા કરે છે. દર ચોમાસામાં આવી દશા સર્જાય છે. ત્રાકુડાથી માણસા, ટીંબી થઇને ઉનાનાં રસ્તે નિકળાઇ છે. ઓછા કિલોમીટરનાં કારણે લોકો વાહન લઇને અહીંથી પસાર થતા હોય છે. પરંતુ ચોમાસામાં આ રોડ ઉપર કોઇ વાહન વાળા ચાલવા તૈયાર નથી. કારણ કે આ પાણીમાં તણાઇ જાય તો ક્યાં નિકળે તે પણ નક્કી નથી. તેથી લાગતા વળગતા સતાધીશો તાકિદે પગલા ભરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી