અમરેલી,
અમરેલી શહેરની માણેકપરા, બહારપરા કુમાર વિદ્યાલય, જેસીંગપરા કુમારશાળામાં નવા ઓરડાનું નિર્માણ થશે સાથે શાળા અપગ્રેડેશનનું કામ કરવામાં આવશે.અમરેલી : વિકાસનો પર્યાય બની ગયેલા અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા એક પછી એક વિકાસકાર્યો મંજૂર કરાવી અને અમરેલીને વિકાસની અગ્રિમ હરોળમાં લઈ જવા કર્તવ્યબદ્ધ છે. શિક્ષણ એ કોઈ પણ સમાજની પાયાની જરૂરિયાત છે અને સારી સુવિધાયુક્ત શાળાઓ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ અપાવવા માટે આજના સમયની માંગ છે. વિકિસત અને શિક્ષિત અમરેલીના મૂળ મંત્ર સાથે મિશન સ્કુલ ઓફ એક્સલેન્સ અંતર્ગત ધારાસભ્ય કૌશિક વેકરીયાએ અમરેલી વિધાનસભામાં અંદાજિત 5.60રોડના વિકાસ કાર્યો મંજૂર કરાવ્યા છે. અમરેલી શહેર અને વિધાનસભાની કુલ 05 શાળામાં સમગ્ર શિક્ષા અંતર્ગત નવા ઓરડાનું બાંધકામ થશે અને શાળા અપગ્રેડેશન કરવામાં આવશે. જેમાં અમરેલી નગરની માણેકપરા અને બહારપરા કુમાર વિદ્યાલયમાં 16 નવા ઓરડા બાંધવામાં આવશે અને સાથે શાળા અપગ્રેડેશનનું કામ થશે. જે અંદાજિત રૂ. 2, 85, 42, 400ના ખર્ચે સમાપ્ત થશે જ્યારે અમરેલીની જેસીંગપરા કુમારશાળામાં 11 નવા ઓરડાનું નિર્માણ થશે અને સાથે જ મોટા આંકડીયા અને ગાવડકાની શાળાનું અપગ્રેડેશન કાર્ય હાથ ધરાશે. આ કામ અંદાજિત રૂ.2,74.97,571ના ખર્ચે થશે. આમ અમરેલી વિધાનસભામાં અંદાજિત રૂ. 5.61 કરોડના ખર્ચે શિક્ષણને લગતા વિકાસકાર્યો મજબૂત થશે. શિક્ષણ ક્ષેત્રે તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી સ્માર્ટક્લાસરૂમથી સજ્જ અત્યાધુનિક શાળાઓ બનાવી રહેલી ગુજરાત સરકાર અમરેલીના વિકાસ માટે કટીબદ્ધ છે, ત્યારે આગામી દિવસોમાં અમરેલીની અન્ય શાળાઓ માટે પણ ધારાસભ્ય વેકરીયા દ્વારા ખૂટતી તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે.