રાજુુલા ખાંભા સ.ખ.વે.સંઘના હોદેદારોની 18મીએ ચૂંટણી

રાજુલા,

રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે હાલ સંઘના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે ત્યારે આગામી તારીખ ના રોજ નાયબ કલેકટર રાજુલાની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે. સહકારી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને જિલ્લા ભાજપની દેખરેખ હેઠળ ખેડૂત અને યુવા નેતા શ્રી જીગ્નેશભાઈ પટેલ ખૂબ સારી રીતે આ સંસ્થાનો વહીવટ કરી રહ્યા છે અને તેમની અધ્યક્ષતામાં આ પેનલ બિનહરીફ થઈ હતી સમગ્ર ખેડૂતોમાં અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.