ગીર સોમનાથ,
વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોડ નાઓ વ્યાજખોરોના ત્રાસ નો ભોગબનનાર એક વ્યક્તિને શોધી લાવતા ભોગબનનારની હકિકત સાંભળતા જાણવા મળેલ કે, ભોગબનનાર રીક્ષા ડ્રાઈવિંગ કરતા હોય અને તેમાં પોતાનો ઘરખર્ચ ચાલતો ન હોય જેથી પોતે બે વર્ષ પહેલાં વેરાવળના અશોકભાઈ રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને તે રૂપિયા સમય મર્યાદામાં વ્યાજ સહિત પરત આપી દીધેલ તે બાદ આજથી બે માસ પહેલાં પોતાને રીક્ષામાં કામ કરવાનું હોય જેથી આ અશોકભાઈ પાસેથી રૂ.20,000/- 20% વ્યાજે લીધેલા જેથી તે આ રૂપિયાનું દરરોજના રૂ.800/- લેખે એક મહિનો દીવસ સુધીમાં કુલ રૂ.24,000/- વ્યાજ સહિતના રૂપિયા ચૂકવી આપેલ તેમ છતા આરોપી વધુ પઠાણી ઉઘરાણી કરતા હોય અને ભોગબનનારથી આ વ્યાજ ના રૂપિયા ચૂકવાતા ન હોય જેથી આજરોજ વહેલી સવારના વેરાવળ રેલ્વે સ્ટેશન બહાર ભોગબનનાર પેસેન્જર ભરવા રીક્ષા લઈ ઉભેલ હોય ત્યારે ત્યાં આ અશોકભાઈ આવી ભોગબનનારને કહેલ કે રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી ગાળો આપી એક ઝાપટ મારી રૂપિયા નહિ આપી તો ટાટીયા ભાંગી નાખીશ આમ ધમકી આપતા ભોગબનનાર ડરી ગયેલ હોય જેથી ભોગબનનારને હીંમત આપી ભોગબનાર/ફરિયાદી-સલીમ ઇસ્માઇલ મન્સુરી-પઠાણ, ઉ.વ.55, ધંધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે.અલીભાઇ સોસાયટી, અજમેરી કોલોની તા.વેરાવળ વાળાની ફરિયાદ લઇ વેરાવળ સીટી પો.સ્ટે.માં ગુ.ર.નં.11186 00924 0676/2024 બી.એન .એસ. કલમ 308(2), 352, 351(3), 115(2) તથા ગુજરાત નાણાની ધીરધાર અધિ.-2011 ની કલમ 5, 40, 42 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ. અને આ ગુન્હાના કામના આરોપીને તાત્કાલિક પકડી પાડવા સર્વેલન્સ સ્કોડને સૂચના કરતા સર્વેલન્સ સ્કોડનાઓએ આ કામેના આરોપી અશોકભાઈ શીવાભાઇ મુછાળ-રબારીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવમાં આવેલ છે.