Homeઅમરેલીઅમરેલી જિલ્લા મ.સ.બેંકે એક્સીલેન્સ એવોર્ડ મેળવ્યો

અમરેલી જિલ્લા મ.સ.બેંકે એક્સીલેન્સ એવોર્ડ મેળવ્યો

Published on

spot_img

અમરેલી,
મુંબઇ ખાતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા એપીવાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે દેશભરની તમામ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, રીજીયોનલ રૂરલ બેન્ક તથા સહકારી બેન્કો અટલ પેન્શન યોજના હેઠળ દેશનાં નિચલા તથા મધ્યમ વર્ગનાં લોકોને તેમની વૃધ્ધા અવસ્થામાં પેન્શન રૂપી સહારો મળી રહે તે હેતુથી સામાજીક સુરક્ષાની કામગીરી કરી રહેલ છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. એ અટલ પેન્શન યોજના હેઠળ સને.2023-24 દરમિયાન તા.1 જાન્યુઆરી 2024થી 17 ફેબ્રુઆરી 2024 સુધીમાં 1519 નવા સબસ્ક્રાઇબર્સ જોડી ભારત ભરમાં સહકારી ક્ષેત્રે પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે. દેશની તમામ બેન્કોમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી.એ અટલ પેન્શન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી દિલ્હી દ્વારા એક્ઝામપ્લેરી એવોર્ડ એક્સીલેન્સ અર્પિત કરી અમરેલી જિલ્લા બેન્કને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરવામાં આવેલ હતી. ભારત સરકારની અટલ પેન્શન યોજનાથી વધ્ાુમાં વધ્ાુ આ યોજનામાં લાભાર્થી બને તે હેતુથી અપાયેલ લક્ષ્યાંક બેન્કનાં અને ઇફકોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીની રાહબરી હેઠળ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ અને બેન્કનાં જનરલ મેનેજર બી.એસ.કોઠીયાનાં માર્ગદર્શન હેઠળ બેન્કનાં તમામ સ્ટાફનાં સફળ પ્રયત્નોથી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી દ્વારા હાંસલ કરી માત્ર 48 દિવસમાં 1519 લાભાર્થી જોડીને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલ છે. સમગ્ર દેશની સહકારી બેન્કોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવી સર્કલ ઓફ એક્સેલેન્સ કેમ્પેઇન હેઠળ વિશિષ્ટ સિધ્ધી મેળવી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. એ એક્ઝામપ્લેરી એવોર્ડ એક્સીલેન્સ પ્રાપ્ત કરી જિલ્લા સહિત સહકારી ક્ષેત્રે ગૌરવ હાંસલ કરેલ છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. એ અટલ પેન્શન યોજના તળે અપાયેલ લક્ષ્યાંક સામે 202 ટકાનાં શ્રેષ્ઠ કામગીરી કરી પ્રથમ સ્થાન મેળવી સમગ્ર દેશમાં અટલ પેન્શન યોજનાની કામગીરીમાં વિક્રમજનક પરિણામ મળેલ છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. જિલ્લાનાં ખેડુતોની પોતીકી બેન્ક તરીકે કાર્યરત હોય બેન્કીંગ કામગીરી જિલ્લાનાં છેવાડાનાં લોકો સુી પુરી પાડતી બેન્ક સહકારની અનેક વિવિધ યોજનાઓની કામગીરી કરી રહેલ છે. તેમ બેન્કનાં જનરલ મેનેજર (સીઇઓ) બીએસ કોઠીયાની યાદીમાં જણાવાયું

Latest articles

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...

રાજુલાના કોવાયામાં રહેણાંક મકાનમાં સિંહો ઘુસી ગયા

રાજુલા, અમરેલી જિલ્લામા સિંહોના વીડિયો સોશ્યલ મીડિયામાં સૌવથી વધુ વાયરલ થય રહ્યા છે રાજુલા તાલુકાના...

Latest News

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...