સાવરકુંડલા,
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ કૃષિમંત્રી રઘવજીભાઈ પટેલને રાજુવાત કરી જણાવ્યું હતું કે 16/10/24 સાવરકુંડલા તાલુકાના આંબરડી,થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ગત તા.16-10-2024ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, અને લીલા દુષ્કાળની સર્જાયેલી છે જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા અમોને મૌખીક રજુઆત કરેલ છે.ઉપરોકત રજુઆત અન્વયે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે મારા વિધાનસભા મત વિસ્તારમાં ભારે કારણે તૈયાર થયેલ પાક નુકશાન થયેલ હોય જેનું સર્વે કરાવી તાત્કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એ કૃષિ મંત્રીશ્રીને રજૂઆતમાં જણાવ્યું