અમરેલી,
દામનગર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.વાય.રાવલના સીધા માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે. વિસ્તારમાં ગત તા.18/09/2024 ના રોજ સાંજના આશરે છએક વાગ્યે આ કામના ફરીયાદીની સગીર વયની દિકરી ભોગબનનાર ને અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી ફરી.ના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ હોય. જે અંગે દામનગર પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં.11193017240193/2024 બી.એન.એસ. ક.137(2) નો ગુન્હો રજી. થયેલ જે ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય. જેથી આરોપીને પકડી પાડવા પોલીસ ટીમ બનાવેલ અને હયુમન તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરી આ કામના આરોપી પ્રવિણભાઇ ઉકાભાઇ મકવાણા ઉ.વ.27 ધંધો- મજુરી રહે.જલાલપુર તા.ગઢડા જી.બોટાદ તથા ભોગ બનનારને ભાવનગર જીલ્લા ના લીમડા ગામની સીમમાંથી શોધી કાઢી તપાસ દરમ્યાન આરોપી વિરૂધ્ધ બી.એન.એસ.કલમ- 64(2)(આઇ), 64(2)(એમ), 65, 87, તથા પોક્સો એક્ટ કલમ 4,6,8 મુજબ ની કલમો નો નામદાર કોર્ટ માં ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ