અમરેલી,
બાબરાનાં કોટડાપીઠા ગામેથી 2022ની સાલમાં 12 વર્ષની બાળાને ભગાડી જનારા આરોપીને અમરેલીની સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજશ્રી શ્રીવાસ્તવે ફરિયાદ પક્ષ તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબેન ત્રિવેદીની અસરકાર દલીલોને માન્ય રાખી 20 વર્ષની સજા અને રૂા.30 હજારનો દંડ ચુકવ્યો હતો તથા ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે એમ.પી.ના શ્રમિક પરિવારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જવાના પોકસોના ગુનામાં અમરેલી સ્પેશ્યિલ પોકસો જજશ્રી શ્રીવાસ્તવની કોર્ટમાં કેસ ચાલી જતાં એમપીના પીવડાઇ રાધાસ્વામી ફળીયા, કંપલ પોલીસ થાણા તા.જી. ઇન્દોરના લખન વિક્રમભાઇ ડાવરને ભારતીય દંડ સહીતાની કલમ 363, 366ના ગુનામાં સાત વર્ષની સખ્ત કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે પોકસો એકટ કલમ 4, 8, 18 તથા આઇપીસી 376(2)(એન), 376 (3)ના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.20 હજારનો દંડ તેમજ ભોગબનનારને રૂા.4,00,000 વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. સરકારી પીપી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી હતી.