અમરેલી,
નવરાત્રીના તહેવારો દરમિયાન અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડેલ છે. જેના કારણે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ખેતી પાકો જેવા કે કપાસ, મગફળી, સોયાબીન, તલ, કઠોળ વગેરે પાકો ઉપરાંત બાગાયતી પાકોને પણ ભારે નુકશાન થયેલ છે. અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન મોટા ભાગના ખેડુતોના ખેતીપાકો અને બાગાયતી પાકો સાવ નિષ્ફળ ગયેલ હોવાની રજુઆતો મળી રહી છે તેથી ખેડુતોને સરકારશ્રી તરફથી સહાય મળી રહે તે માટે જિલ્લામાં તાત્કાલીક સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા સાંસદશ્રી ભરત સુતરીયાએ રાજ્યનાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યુ