અમરેલીથી ભુરખીયા જવા શ્રધ્ધાળુુઓનો અવિરત પ્રવાહ શરૂ

અમરેલીથી ભુરખીયા જવા શ્રધ્ધાળુુઓનો અવિરત પ્રવાહ શરૂ

અમરેલીથી હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા જવા માટે પદયાત્રીઓનો પ્રવાહ સાંજથી મોડી રાત સુધી અવિરત પણે વહેતો થયો હતો. રસ્તામાં મોટા વાહનોનો ટ્રાફિક ન નડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા પણ રસ્તામાં બંદોબસ્ત ગોઠવાયો છે. અને દાદા દર્શન માટે જવા અમરેલીથી અંદાજિત 50 હજારથી પણવધ્ાુ પદયાત્રીઓ દર્શન માટે જતાં હોય છે. રસ્તામાં પદયાત્રીઓ માટે જુદી જુદી સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા શરબત, ગોલા, તરબુચ, ટેટી, તેમજ નાસ્તાના અને ઠંડાપીણાના સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. પદયાત્રીઓને રસ્તામાં ચાલીને જતાં હોવાથી થાક લાગે તો આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ ગરમપાણી અને માલીસની પણ સેવાકીય સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી