કુંડલામાં મોબાઇલ ચોરીમાં એક ઝડપાયો

કુંડલામાં મોબાઇલ ચોરીમાં એક ઝડપાયો

અમરેલી,

સાવરકુંડલા ડીવીઝનના મદદનિશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય નાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાંથી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલ્કત સબંધિત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક અક્ષય અરવીંદભાઇ સોલંકી ને પકડી પાડી સદર ઇસમ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ-(એ) ગુ.ર.નં. 111 930 પ224 0283/2024 મ્.શ.જી. એક્ટ કલમ 303(2) મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ