અમરેલીના રાંઢીયા ગામની સીમમાં ગુલ્ફી ખાધા બાદ સાતને ફુડપોઇઝનીંગની અસર

અમરેલી,
અમરેલી તાલુકાના રાંઢીયા ગામે ખેતરમાં મજુરી કામ કરતા સોનબેન ધર્મેશભાઇ માવડા મુળ એમ.પી. હાલ રાઢીયા બાબુભાઇ વાઘજીભાઇ હપાણીની વાડીએ તા. 10-4ના ડુંગળીની મજુરી કામ માટે ગયેલ હતાં. ત્યારે બપોરે બે વાગ્યે વાડી માલિક બાબુભાઇ વાઘજીભાઇ હપાણી મજુરો માટે કેન્ડી ગુલ્ફી લઇ આવેલ જે ખાધા બાદ આશરે એકાદ કલાક પછી સોનલબેન ધર્મેશભાઇ માવડા ઉ.વ.40 તથા તેમના પૌત્ર અને પૌત્રીઓ અક્ષુ, શનિ, શિવા, શિવાની, અંજના તથા તેમના જેઠના દિકરા વિવાનને ઉલ્ટીઓ થવા લાગતા ફુડ પોઇઝનીંગની અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા