અમરેલીની હોટલમાં ખીજડીયા જંક્શનની યુવતિને બ્લેકમેઈલ કરી બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
ખીજડીયા ગામની યુવતિ સાથે ઓડીશાના રોહિતકુમાર ચાંચલ કલ્તાએ ફ્રેન્ડશીપ રાખી મળવાના બહાને અમરેલીમાં આવેલ હોટલ એન્જલમાં લઈ જઈ યુવતિને તેના મોબાઈલમાં અગાઉના ફોટાઓ બતાવી બ્લેકમેઈલ કરી છેડતી કરી બે વખત બળાત્કાર ગુજારી અંગતપળોના વિડિયો ઉતારી લઈ સોશીયલ મીડીયામાં ન્યુડ ફોટાઓ વાયરલ કરી યુવતિ તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ સીટી પી.આઈ. ડી.કે. વાઘેલા ચલાવી રહયા છે.