અમરેલીમાં ઓમ કોમ્પ્લેક્સમાં આવેલ બે કુરિયરની ઓફિસોને ધમરોળતા તસ્કરો

અમરેલી,
અમરેલી શહેરમાં તારીખ 11 4 2024 ના રોજ રાત થી આજ થી 12 ની સવાર સુધીમા સાવરકુંડલા જોડે આવેલ કેરીયા ચોકડી પાસે ઓમ કોમ્પલેક્ષમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને બ્લુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયર નામની એજન્સીમાં તથા બાજુમાં આવેલ મૌલિકભાઈ સોલંકી ની ડીલેવરી લિમિટેડ કુરિયર એજન્સીમાં કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરીને ચેતનભાઇ હિંમતભાઈ સાસકિયા ની ઓફિસમાં રોકડ રકમ આશરે 67,500 તથા મૌલિકભાઈ સોલંકી ડિલિવરી લિમિટેડ એજન્સીની ઓફિસમા ડીવીઆર જેની કિંમત રૂપિયા 7000 મળી કુલ 74500 ની ચોરી કરી નાખી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી