અમરેલીમાં કાળઝાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ : 44 ડિગ્રી

અમરેલી,
અમરેલી શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ આકરો તાપ લોકોએ અનુભવ્યો હતો. બપોરના સમયે અમરેલી શહેરમાં 44 ડિગ્રી ગરમીના કારણે શહેરની બજારો પણ બપોરના સમયે સુમસામ ભાસતી હતી. અને કફર્યુ જેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. આકરી ગરમીના કારણે બપોરનાં દોઢથી સાંજના 5.30 સુધી લોકોએ બજારમાં જવાનું પણ ટાળ્યું હતુ. આકરી ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત સુધી લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો અને ઘરોમાં પણ વરાળો નીકળતી હતી. આકરી ગરમી હોવાથી એસી, કુલર અને પંખા પણ ગરમી સામે ઝાંખા પડયા હતા. આકરી ગરમીના કારણે નાના બાળકો અને વૃધ્ધો અકળાઇ ઉઠયા હતા.