અમરેલીમાં 21મીએ નવકાર સ્કુલ ઓફ આર્ટ દ્વારા ફ્રી બેઝિક વર્કશોપ યોજાશે

અમરેલીમાં 21મીએ નવકાર સ્કુલ ઓફ આર્ટ દ્વારા ફ્રી બેઝિક વર્કશોપ યોજાશે

અમરેલી,

અમરેલીના જાણીતા કોરિયોગ્રાફર દ્વારા નવરાક સ્કુલ ઓફ આર્ટસના બેનર નીચે ડાન્સ, ગરબા, જુંબા, કરાટે, યોગ, ડ્રોઇંગ, ગીતાર વનસ્ટોપ સોલ્યુશન સાથે નવકાર સ્કુલ ઓફ આર્ટ દ્વારા ભારે લોક ્પ્રિયતા ઉભી કરવામાં આવી છે. હવે નવી વિશાળ જગ્યાએ શહેરની મધ્યમાં વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન સાથે અવનવી પ્રવૃતિઓ થઇ રહી છે. જે શિક્ષણ સાથે કારર્કિદી બનાવી શકાશે. ડિજીટલ યુગમાં બાળકો સ્પોર્ટસ, કલા, કૌશલ્ય ભુલી માત્ર મોબાઇલ તરફ વળી રહ્યા છે ત્યારે તેમનામાં રહેલી સુશુકત શકિતઓ કયારેય ઉજાગર થતી નથી. આજ થી એક નવી દિશા આપી બે કદમ આગળ રહેલા અને શરૂઆતથી જ બેઝિકથી એન્ડવાસ સુધીની તાલીમ આપવામાં આવે છે. તા.21-4-24ને રવિવારે ફ્રી આર્ટ વર્કશોપ યોજાશે જેના થકી નાના મોટા દરેક ફ્રી વર્ક શોપમાં ભાગ લઇ શકશે. સવારે 9 થી 12 લાયબ્રેરી પાછળ, જાનકી ઝેરોક્ષ વાળી ગલીમાં સાંઇનાથ ઢોસા ઉપર બીજા માળે નવકાર સ્કુલ ઓફ આર્ટમાં યોજાનાર વર્કશોપમાં ભાગ લેવા જણાવ્યું