અમરેલી કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેની ઠુંમરનું વ્યક્તિત્વ રાજકીય વ્યક્તિ કરતા કંઇક અલગ જ પ્રકારનું છે

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેની ઠુંમરનું વ્યક્તિત્વ રાજકીય વ્યક્તિ કરતા કંઇક અલગ જ પ્રકારનું છે

અમરેલી,
અમરેલી લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર શ્રી જેની ઠુંમર અન્ય રાજકીય વ્યક્તિઓ કરતા કંઇક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે.
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને ભણતરની સાથે ગણતરનો અનુભવ મેળવેલ શ્રી જેની ઠુંમર વિશે એવી ઘણી વાતો છે કે જે લોકોથી અજાણી છે તેના દાખલા તરીકે શ્રી જેની ઠુંમર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણુંક થતા જ સીધા પ્રમુખની ખુરશીમાં બેસીને અન્યના ઇશારે કામ કરવાને બદલે શ્રી જેની ઠુંમરે ગુજરાતની અન્ય જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખનો સંપર્ક કર્યો હતો અને પંચાયત કાયદાઓનો અભ્યાસ કરવા માટે પંચાયત કાયદાના પુસ્તકોનો અભ્યાસ કરવાની સલાહ તેમને મળી હતી.શ્રી જેની ઠુંમરે કાયદાઓનો અભ્યાસ કરવા માટેના પુસ્તકો મંગાવ્યા ત્યારે તેના ત્રણ ત્રણ દળદાર પુસ્તકો તેમને મળ્યાં સતત રાત દિવસ તેનો જાતે અભ્યાસ કરીને શ્રી જેની ઠુંમર પંચાયતના પ્રમુખ તરીકે વહીવટ કરવા ગયા હતા.પંચાયત કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી તેમણે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ અને પારદર્શક વહીવટનો અનુભવ સૌને કરાવ્યો હતો.મોટી મોટી વાતો કરવાને બદલે ટુ ધ પોઇન્ટમાં માનનાર શ્રી જેની ઠુંમર ખુબ જ ઓછુ બોલે છે અને જે બોલે છે તે નક્કરતાથી બોલે છે પોતાના પિતાશ્રી એવા અમરેલીના પુર્વ સાંસદ અને પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર પાસેથી રાજકારણનો અનુભવ મેળવેલા શ્રી જેની ઠુંમરે શ્રી વિરજીભાઇ ઠુંમર ધારાસભાની ચુંટણી લડી રહયા હતા ત્યારે તેમનો વહીવટ પણ સંભાળ્યો હતો આમ તેની પાસે પંચાયતની, ધારાસભાની ચુંટણી લડવા માટેના જરૂરી દાવપેચનો પણ સારો એવો અનુભવ છે. માદરે વતનની સેવા કરવા માટે શ્રી જેની ઠુંમરે કોંગ્રેસના આ કપરા કાળમાં ભાજપ સામેના જંગમાં જુકાવીને ધોમ ધખતા તાપમાં ગામડે ગામડે સભાઓ કરીને કોંગ્રેસને વિજય બનાવવા માટે મેદાનમાં