અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળતા બે મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન કમોતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા જયપાલભાઇ ભરતભાઇ ખુમાણ ઉ.વ.24 કોઇ અગમ્ય કારણોસર ચાંદગઢ ગામના દિલુભાઇ નનકુભાઇના વાડી ખેતરના શેઢે આવેલ વડ ઝાડની ડાળી સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જતાં મોતનિપજયાનું જસુભાઇ લખુભાઇ ખુમાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં સાવરકુંડલા આસોપાલવ સોસાયટીમાં રહેતા વનરાજભાઇ આપાભાઇ જેબલીયા ઉ.વ.52 પોતાના ઘરની પાછળ જોર જોર થી બુમો પાડતા હોય જેથી જસુભાઇ આપાભાઇ જેબલીયા તથા તેનો ભાણીયો અને તેના મિત્ર તેની પાસે જતાં વનરાજભાઇને હાર્ટ એટેક આવવાથી જમીન ઉપર પડેલ હાલતમાં જોવામાં આવતા સારવાર માટે દવાખાને લાવતા મોત નિપજયાનું સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ