અમરેલી જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 17 શરાબીઓ ઝડપાઇ ગયા

અમરેલી,

અમરેલી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લામાં પોલીસને સુચના આપતા કાર્યવાહી શરૂ કરતાં. અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી 7 વાહન ચાલકો સહિત કુલ 17 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી, લાઠી, મરીન પીપાવાવ, ધારી, નાગેશ્રી, ખાંભા, જાફરાબાદ, લીલીયા, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી રૂરલ પોલીસે કાર્યવાહી કરી હતી. જયારે જિલ્લામાં જુદા જદુા 7 સ્થળોએ પોલીસ દેશીદારૂના દરોડાઓ પાડી 7 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં સાવરકુંડલા રૂરલ, સાવરકુંડલા શહેર, દામનગર, ચલાલા, નાગેશ્રી, ખાંભા અને ડુંગર પોલીસે કાર્યવાહી કરી હતી.