અમરેલી જિલ્લા પરિવારનું રાજકોટમાં આજે સ્નેહમિલન

અમરેલી જિલ્લા પરિવારનું રાજકોટમાં આજે સ્નેહમિલન

અમરેલી,
અમરેલી જિલ્લાના સર્વજ્ઞાતિના રાજકોટમાં વસતા પરિવારજનોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ તા.12ને શુક્રવારે રાજકોટ ખાતે યોજાશે. રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના સર્વજ્ઞાતિના પરિવાર જનોનું સ્નેહ મિલન અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાનું સન્માન અને સ્નેહ મિલન સમારોહ તા.12-4-24ને શુક્રવારે સાંજે 6 કલાકે શ્રી દિવાળીબાગપાર્ટી લોન્ચ, ન્યુ 150 ફુટ રિંગરોડ, પાટીદાર ચોક આગળ શુભમંગલ પાર્ટી પ્લોટ સામે સદભાવના નર્સરીની બાજુમાં ટિલાળા પેટ્રોલપંપ પહેલા રાજકોટ ખાતે યોજાશે સમસ્ત અમરેલી જિલ્લા પરિવાર રાજકોટ દ્વારા યોજીત સ્નેહમિલન અને સન્માન સમારોહમાં વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાવાસીઓ ઉમટી પડશે. આ કાર્યક્રમ માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.અમરેલી જિલ્લા પરિવાર તથા રાજકોટ શહેર મંડપ હાયરર્સ એન્ડ ઇલેક્ટ્રીકલ્સ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટીંગ, એલઇડી સ્ક્રીન, પાર્ટી પ્લોટ અને હેન્ડલીંગ એસોસીએશન દ્વારા ભાજપનાં રાજકોટ બેઠકનાં ઉમેદવાર શ્રી પરશોત્તમભાઇ રૂપાલાનું આજે અભિવાદન કરાશે. સાંજનાં 6 કલાકે યોજાનાર અભિવાદન સમારોહમાં શ્રી વજુભાઇ વાળા તથા શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો.ભરતભાઇ બોઘરા, ભાનુબેન બાબરીયા, પ્રવિણાબેન રંગાણી, જયેશભાઇ રાદડીયા, દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, મુકેશભાઇ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, અશ્ર્વિનભાઇ મોલીયા, વજુભાઇ ગોલ, પરેશભાઇ ગજેરા, ધનસુખભાઇ ભંડેરી, નયનાબેન પીઢડીયા, જૈમિનભાઇ ઠાકોર સહિત ઉપસ્થિત રહેશે. જાણીતા હાસ્ય કલાકાર હિતેષ અંટાળા હાસ્યની રમઝટ બોલાવશે તેમ નિમંત્રક દિપકભાઇ પટેલ, જીતુભાઇ પટેલ, શૈલેષભાઇ દેસાઇ, અશોકભાઇ લુણાગરીયા, ચેતનભાઇ ગણાત્રા, દિપકભાઇ સંઘવી, કિરીટભાઇ બુધ્ધદેવ, ચંદ્રેશભાઇ મહેતા, રાજેશભાઇ રંગાણી, જગદીશભાઇ શીંગાળા, વિરાગભાઇ ત્રિવેદી, સુનિલભાઇ પટેલ, રોહિતભાઇ વડોદરીયા, જુગલભાઇ દોશી, જગદીશભાઇ વોરા, સુરેશભાઇ રૈયાણી, બકુલભાઇ હરખાણી, અર્જુનભાઇ ચૌહાણ, અમૃતભાઇ બારસીયા, વલ્લભભાઇ વોરા, જીતેન્દ્રભાઇ જોષી, હરેશભાઇ પટેલ, દેવર્શીભાઇ પાઠક, ઘનશ્યામભાઇ પટેલ, વિજયભાઇ કોરાટ, જેન્તીભાઇ શીયાણી, જીજ્ઞેશભાઇ પટોળીયા, દિલીપભાઇ કોરાટ, રાજેશભાઇ સોરઠીયાએ જણાવ્યું