અમરેલી તાલુકાની સભા ગજવતા શ્રી સુતરીયા, શ્રી વેકરીયા

અમરેલી તાલુકાની સભા ગજવતા શ્રી સુતરીયા, શ્રી વેકરીયા

અમરેલી,

અમરેલી તાલુકાના તાલુકા પંચાયત સીટ મુજબના મુખ્ય ગામો પૈકી કેરીયાનાગસ, દેવળીયા, રાજસ્થળી, કેરિયા ચાડ, ચાડિયા, સાજીયાવદર, બાબાપુર, મોટા માંડવડા , કમીગઢ, નવા ખીજડીયા, માંગવાપાળ, માલવણ, રાંઢીયા, નાના આકડિયા, નાનાં માચીયાળા , હરીપુરા, જશવંતગઢ ચિત્તલ સહિતના ગામડાઓમાં સભાઓ યોજી હતી. આ દરેક જાહેર સભાઓમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ની ખાસ ઉપસ્થિત રહી હતી. અમરેલી તાલુકાના 17 ગામડાઓમાં 14 અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયા અને ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા એ સભાઓ ગજવી હતી જેમ જેમ ચૂંટણીઓનો દોર નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર પ્રસાર વધુ વેગવંતો બનાવ્યો છે અમરેલી તાલુકાના 17 ગામડાઓમાં બધા જ કાર્યક્રમો સફળ રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ તમામ મીટીંગોમાં એકત્ર થયા હતા અને દરેક ગામના સરપંચો સહિત સ્થાનિક આગેવાનો તેમની ટીમ સાથે વિસ્તારમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમના સફળ બનાવવા માટે દરેક લોકોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. આવનારા સમયમાં પાંચ લાખથી વધુ છે જીતવાના સંકલ્પને સાર્થક કરવા માટે ભાજપ પરિવારના હોદેદારો કાર્યકર્તાઓ અને આગેવાનોએ સારી એવી જહેમત ઉઠાવી છે ત્યારે સભા દરમિયાન અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે તમે જે રીતે મને ચુંટીને મોકલ્યો છે એ રીતે આપણે સૌએ સાથે મળીને આપણા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયા ને જંગી લીડ સાથે આપણે દિલ્હી ખાતે કમળરૂપી મોકલવાના છે જેથી ફરી એકવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે જે વધુ મતદાન કરીએ. દરેક સભામાં ગામના લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ પણ કહ્યું હતું કે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારા લગાવ્યા હતા.ભરત સુતરીયા એ જંગી લીડ સાથે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આતકે ગુજરાતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી કાળુભાઇ વાળા, બગસરા તાલુકા પ્રમુખશ્રી પ્રદીપ ભાખર, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ માયાણી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયા, શ્રી જે.બી દેસાઈ,શ્રી નિકુલભાઇ માંડણકાશ્રી દેવેન્દ્રભાઈ ધાધલ, શ્રી મનસુખભાઈ ગાંગડીયા, શ્રી ભરતભાઈ વઘાસીયા,શ્રી પ્રવીણભાઈ ચાવડા,શ્રી દિલીપભાઈ સાવલિયા, બાબરા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી લલિત વેકરીયા, શ્રી સંજયભાઈ રામાણી, શ્રી ચેતનભાઇ ધાનાણી, શ્રી કાળુભાઈ પાનસુરીયા, ગ્રામ પંચાયતના સરપંચ, તેમજ ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.