અમરેલી, બાબરાના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા

અમરેલી, બાબરાના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા

અમરેલી,

અમરેલીઅને બાબરા વકિલ મંડળ દ્વારા આજે કોર્ટ કામગીરીથી અલિફત રહ્યા હતાં. અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમરેલીના એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય સુર્યકાંતભાઇ વિસાણી તેમજ દિકરી અને પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઇ દેસાઇ તથા તેના સ્ટાફ દ્વારા કાયદા વિરૂધ્ધ મારકુટ કરી વકીલની ગરીમાને હાની પહોંચે તે રીતનું વર્તન અને વ્યવહાર કરવામાં આવેલ તે બનાવને અમરેલી જિલ્લા વકીલ મંડળ તથા તાલુકા વકીલ મંડળ દ્વારા બનાવની સખ્ત શબ્દમાં વખોડી કાઢી આ કૃત્યના વિરોધમાં તમામ વકીલ મંડળએ વિરોધ પ્રદર્શન કરી કોર્ટ કામગીરી થી અલિફત રહેવા ઠરાવ કરી કોર્ટ કામગીરીથી દુર રહ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમ પ્રમુખશ્રી એન.વી. ગીડા, ઉપપ્રમુખશ્રી હિરેન્દ્રસિંહ વાળા, સેક્રેટરી જે.આર. વાળાએ જણાવ્યું