અમરેલી લોકસભા બેઠકમાં આઠ ઉમેદવારો મેદાનમાં

અમરેલી,
અમરેલી લોકસભા બેઠકમાં ચુંટણી પંચનાં કાર્યક્રમ મુજબ ફોર્મ ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદ્દતનાં અંતે કુલ આઠ ઉમેદવારો ચુંટણી જંગનાં મેદાનમાં હોવાનું ચુંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. કુલ 11 ઉમેદવારોએ 21 ઉમેદવારી પત્રો ભર્યા હતાં જેમાં ત્રણ અપક્ષ, ચાર અન્ય તથા કોંગ્રેસ ભાજપ સહિત રાજકીય પક્ષોએ ફોર્મ ભર્યા હતાં. ફોર્મ ખેંચવાની અંતિમ મુદ્દતમાં કુલ આઠ ઉમેદવારો ચુંટણી જંગમાં રહ્યાં છે.અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના દિવસે અપક્ષ ઉમેદવાર જેરામભાઇ રાઘવભાઇ પરમારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. ત્રણ પક્ષ સહિત અન્ય અપક્ષ ઉમદવારો મળી આઠ ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં રહ્યા છે. જેમાં ચૌહાણ રવજીભાઇ મુળાભાઇ બસપા, જેનીબેન ઠુંમર કોંગ્રેસ, ભરતભાઇ મનુભાઇ સુતરીયા ભાજપ, પ્રિતેશભાઇ રાજેશભાઇ ચૌહાણ અપક્ષ, બાવકુભાઇઅમરૂભાઇ વાળા અપક્ષ, ભાવેશભાઇ જયંતિભાઇ રાંક અપક્ષ, વિક્રમભાઇ વિસાભાઇ સાંખટ ગ્લોબલ રિપબ્લીકન પાર્ટી, પુંજાભાઇ બાવભાઇ દાફડા અપક્ષ ચૂંટણી જંગમાં રહ્યા છે. જયારે ભાજપના ડમી ઉમેદવાર હિરેનભાઇ હિરપરા તથા કોંગ્રેસના ડમી ઉમેદવાર વિરજીભાઇ ઠુંરમ બન્ને પક્ષના ઉમેદવારોના ફોર્મ મંજુર થતાં ડમી ઉમેદવારોના ફોર્મ ના મંજુર થયેલ.