અમરેલી લોકસભા બેઠક ઉપર ત્રણ આગેવાનોએ વિજયની હેટ્રીક કરી છે

અમરેલી લોકસભા બેઠક ઉપર ત્રણ આગેવાનોએ વિજયની હેટ્રીક કરી છે

અમરેલી,
અમરેલી લોકસભા બેઠકની ચુંટણીના ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો છે દેશની લોકસભાની 17 વખત ચુંટણી લડાઇ છે અને આ 18 મી લડાઇ રહી છે પણ અમરેલીમાં અમરેલી નામથી આ 15 મી ચુંટણી છે એ પહેલા બે વખત અમરેલી અન્ય વિસ્તારની અંદર આવતુ હતું અને અમરેલીની સીટ ઉપર બે આગેવાનોએ વિજયની હેટ્રીક અને શ્રી દિલીપ સંઘાણીએ ચાર વખત વિજય મેળવ્યો છે.અમરેલી બેઠકનું અસ્તિત્વ 1962 ની ચુંટણીમાં આવ્યુ તે પહેલા સૌથી પહેલી લોકસભાની ચુંટણી 1951 માં લડાઇ હતી ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતુ અને અમરેલી સીટનું નામ ગોહીલવાડ સોરઠ હતુ એટલે કે ગોહીલવાડ એટલે ભાવનગર અને સોરઠ એટલે જુનાગઢ તેવુ નામ હતુ અને તેમાં અમરેલી વિસ્તારનો સમાવેશ હતો. ત્યાર બાદ 1957 માં અમરેલી બેઠકનું નામ ગીરનાર થયુ હતુ જેમાં જુનાગઢ સહિતનો વિસ્તાર હતો. જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી અમરેલી બેઠકનું અસ્તિત્વ આવ્યુ હતું.આ બેઠક ઉપર શ્રીમતી જયાબેન શાહ 1957 થી 1971 સુધી ત્રણ વખત વિજેતા થયા હતા જ્યારે શ્રી દિલીપ સંઘાણી 1991 થી 2004 સુધીમાં ચાર વખત વિજેતા થયા હતા જ્યારે શ્રી નારણભાઇ કાછડીયા 2009 થી 2024 સુધીમાં ત્રણ વખત વિજેતા થયા