અમરેલી લોકસભા બેઠક માટે 11 વ્યક્તિએ 25 ફોર્મ ઉપાડ્યાં

અમરેલી,
અમરેલી 14 લોકસભા સામાન્ય ચુંટણીમાં તા.12 થી તા.19 સુધીમાં ફોર્મ ભરવાનું ચુંટણી તંત્ર દ્વારા જાહેર થતા આજથી ફોર્મ ઉપાડવાની કાર્યવાહી શરૂ થયેલ છે જેમાં આજનાં પ્રથમ દિવસે અમરેલી ચુંટણી શાખામાંથી 11 વ્યક્તિઓએ 25 ફોર્મ ઉપાડ્યાં હતાં. જેમાં ભાજપના બે વ્યક્તિઓએ આઠ, કોંગ્રેસના બે વ્યક્તિઓ એ આઠ, બહુજન સમાજ પાર્ટીના એક વ્યક્તિઓએ બે, રાઇટ ટુ રિકોલ પાર્ટીના એક વ્યક્તિએ બે, ગ્લોબલ રિપબ્લિક પાર્ટીની એક વ્યક્તિએ એક, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના એક વ્યક્તિએ એક, અપક્ષના ત્રણ વ્યક્તિએ ત્રણ એમ 11 વ્યક્તિઓએ 25 ફોર્મ ઉપાડ્યા