અમરેલી, સાવરકુંડલા રાજુલા સહિત જિલ્લાભરમાં આજે રામનવમી ઉજવાશે : શોભાયાત્રા

અમરેલી,

અમરેલી જિલ્લામાં રામનવમી નિમિતે આજે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં વિવિધ ફલોટોનો સમાવેશ કરાશે. અમરેલીમાં વિશ્ર્વહિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશકિત, દુર્ગાવાહીની દ્વારા આજે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવના ભાગરૂપે સનાતની હિન્દુઓ ધર્મ જાગૃતિ તેમજ ધર્મ રક્ષણ કાજે હંમેશા તત્પર રહે છે. તે મુજબ અમરેલીમાં સનાતનીઓનું સંગઠન શકિતપ્રદર્શનના ઉજળા અવસરે વિવિધ ફલોટો સાથે અમરેલી નાગનાથ મહાદેવ મંદિરથી સવારના 9 કલાકે ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા નિકળી રાજકમલ ચોક, ટાવરચોક, કાશ્મીરા ચોક, રામજીમંદિર સરકારવાડા ખાતે આગમન થશે અને બપોરના 12 કલાકે પુજન અને આરતી યોજાશે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં ભાવિકોને ઉમટી પડવા વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા જણાવાયું