આજે શ્રી પાટીલ અમરેલીમાં : કાર્યકરોને માર્ગદર્શન આપશે

અમરેલી,
લોકસભા ચુંટણી ને અનુલક્ષીને આપણા 14 અમરેલી લોકસભા ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ને વિજયી બનાવવા માટે અમરેલી જીલ્લા બુથ પ્રમુખ તથા કાર્યકર્તા સંમેલન માં માર્ગદર્શન આપવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ આજે તા.10ને બુધવારના સવારે 9:00 કલાકે અમરેલીની કડવા પટેલ સમાજવાડી ખાતે આવી રહયા છે.આ સંમેલન માં લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી , અમરેલી જીલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રીમહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વિ. કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા, લોકસભાસીટ ના સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, પૂર્વ ધારાસભ્યો,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઓ ભાજપ પ્રદેશ મોરચા ના હોદેદાર શ્રી ઓ ,જીલ્લા ભાજપ ના હોદેદાર શ્રી ઓ, જીલ્લા મોરચા,મંડળના હોદેદારો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો અને પ્રભારીઓ, જીલ્લાના તમામ બુથ પ્રમુખો, જીલ્લા,તાલુકા પંચાયત,પાલિકાના સભ્યો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે.