ઇફકોના ડિરેકટર પદે નામાંકન રજુ કરતા શ્રી સંઘાણી

ઇફકોના ડિરેકટર પદે નામાંકન રજુ કરતા શ્રી સંઘાણી

અમરેલી,
સહકારી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન ધરાવતી દેશની ટોચની સહકારી સંસ્થાા ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કંપનીના ડિરેકટર પદ માટે શ્રી દિલીપ સંઘાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યુ છે. દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોના ગત બોર્ડની મુદત પુરી થતાં દેશના સહકાર વિભાગ દ્વારા નિયત થયેલા કાર્યક્રમમુજબ ઇફકોના ચેરમેન અને સહકાર શિરોમણી શ્રી દિલીપ સંઘાણીએ ઇફકોના નવા બોર્ડના ડાયરેકટરની ચૂંટણી માટે પોતાનું નામાકંન રજુ કર્યુ હતું. નવી દિલ્હીના ઇફકો સદન ખાતે શ્રી દિલીપ સંઘાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કરતાં દેશભરના સહકારી આગેવાનો દ્વારા શ્રી દિલીપ સંઘાણીને આવકારી શુભકામનાઓ પાઠવી હતી. આમ સર્વોચ્ચ સહકારી સંસ્થાના ડિરેકટર પદની વરણી માટે થઇ રહેલી તૈયારીઓ સાથે શ્રી સંઘાણીની ઉમેદવારીને આવકારી ખુશી વ્યકત કરી હતી. ડિરેકટર પદ માટે ઉમેદવારી બદલ સહકારી આગેવાનો દ્વારા શુભકામનાઓનો ધોધ વહેતો થયો હતો.