એલસીબી ટીમે અમરેલી તથા રાજકોટ જિલ્લાના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

એલસીબી ટીમે અમરેલી તથા રાજકોટ જિલ્લાના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

અમરેલી,

અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ, પીએસઆઇ એમ.બી.ગોહિલ તથા પોલીસ સ્ટાફે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગુજરાત રાજય દ્વારા આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપતા અમરેલી એલસીબીએ અમરેલી તથા રાજકોટ જિલ્લાના ગુનામાં નાસતા ફરતા અમદાવાદના પ્રદિપ ચીમનલાલ સોનીને અમદાવાદ ખાતેથી પકડી લઇ આગળની કાર્યવાહી માટે અમરેલી રૂરલ પોલીસને સોંપી આપેલ