કુંકાવાવ નજીક લાખાપાદર ગામમાં યુવાને કુવામાં પડી આપધાત કરી લેતા મોત નિપજયું

અમરેલી,
મુળ એમપીના હાલ લાખાપાદર ગામના મધ્ાુભાઇ નાગભાઇ બાયલની વાડીએ કામ કરતાં ચીમાભાઇ છીકરીયાભાઇ કનાસીયા ઉ.વ.29 હાલ લાખાપાદર વાળાની પત્ની લલીતાબેન પોતાના બાળકો સાથે લાખાપાદર ગામેથી પોતાના મુળ વતન એમપીમાં આજથી 25 દિવસ પહેલા જતી રહેલ હોય. અને તેમની પત્નીને અવાર નવાર વતનમાં આવવાનું કહી જે અંગે ઠપકો આપતા મરણજનારને મનો મન લાગી આવતા પોતે પોતાની મેળે લાખા પાદર ગામની સીમમાં ચતુરભાઇ શંભુભાઇ ગજેરાની વાડીએ આવેલ પાણી ભરેલ કુવામાં પડી જઇ આપઘાત કરી લેતા મોત નિપજતા કોહવાય ગયેલ હાલતમાં લાશને કાઢવામાં આવ્યાનું સુરેશભાઇ છીકારીયાભાઇ કનાસીયાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ