ખેડૂત- ખેતીને ખતમ કરવાનું કામ કરતી ભાજપ સરકાર : શ્રી ભંડેરી

ખેડૂત- ખેતીને ખતમ કરવાનું કામ કરતી ભાજપ સરકાર : શ્રી ભંડેરી

અમરેલી,

જ્યારથી રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતોને અને ખેતીને ખતમ કરવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે, ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખેડૂતોના ખર્ચા ડબલ કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે, ભાજપ પાપે સમગ્ર ભારત દેશનો ખેડૂત દેવાના બોજતળે ડૂબી ગયો છે, ભાજપની સરકાર ખેડૂતોને પૂરતી વીજળી અને દિવસે વીજળી તથા પીયત માટેનું પાણી આપી શકી નથી પરિણામે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે તથા મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતરને લીધે ખેતી ખર્ચાળ બની ગઈ છે, આ ભાજપની સરકારે ખેતીવાડીના ઓજારો 28% જેટલો જીએસટી નાખીને ખેડૂતોની કમરતોડવાનું કામ કર્યું છે, જ્યારે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈને ઘેરે આવે અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે જાય ત્યારે નિકાસ બંધીને લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે વીમા કંપનીને પ્રીમિયમ ભરતા હોવા છતાં પણ કુદરતી આફતમાં ખેડૂતોને નુકસાન થાય છતાં પણ વીમા કંપનીઓ ખેડૂતોને વીમો આપતી નથી, આમ ખેડૂત અને ખેતીને ખતમ કરવાનું કામ ભાજપની સરકાર કરી રહી .