ગોરડકા રેવન્યુ વિસ્તારમાંથી લીલો કાચિંડો અને કોબ્રા ધ્રામણનું મૃત્યુ નિપજાવનાર આરોપી ઝડપાઇ ગયો

ગોરડકા રેવન્યુ વિસ્તારમાંથી લીલો કાચિંડો અને કોબ્રા ધ્રામણનું મૃત્યુ નિપજાવનાર આરોપી ઝડપાઇ ગયો

સાવરકુંડલા,

નાનીવડાળ અને સાવરકુંડલા રેવન્યુ બીટના ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઈલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ધ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે લાકડી વડે મારી મૃત્યુ નીપજાવેલ. આ ગુના કામના 3 આરોપીઓ પૈકી અગાઉ બે આરોપીઓ હાથ લાગેલ જેને નામદાર કોર્ટ માં રજુ કરતા જેલ હવાલે કરેલ અને તેમની જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી દેવામાં આવેલ છે. તેમજ અન્ય એક આરોપી અજીતભાઇ ઉર્ફે ડોઘલ કીશોરભાઇ પરમાર જે પોલીસ ના પોકસો હેઠળ ના ગુના માં સંડોવાયેલ હોય, નામદાર કોર્ટની જયુડીશ્યલ કસ્ટડીમાંથી તા.15.04.2024 ના કબ્જો મેળવી તપાસ ના કામે અટકમાં લઇ આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ