ચલાલામાં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળની મંજુરી મળી

અમરેલી,
શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટે વધ્ાુ એક સિધ્ધી મેળવી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચલાલામાં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળને મંજુરી અપાતા સમગ્ર પંથકમાં ખુશી વ્યાપી ગઇ છે અહીં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળની મંજુરી મળતા સંસ્કૃત શક્તિ ગુરૂકુળમાં ધો.6 માં દિકરા દિકરીઓ સંસ્કૃત માધ્યમમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે. અને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા બહાર નહી જવુ પડે. સંસ્થા દ્વારા રહેવા, જમવા, અભ્યાસ સહિતની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સત્ર જુન 2024 થી શરૂ થતુ હોય તેથી તા.30-4-2024 સુધીમાં સંસ્થાની રૂબરૂ મુલાકાત લઇ એડમીશન મેળવી લેવા અને વધ્ાુ વિગતો માટે મો.નં. 94277 43817 અથવા મો.94298 38017 નો સંપર્ક કરવો. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલાને ધો.6 થી 12 સુધી સંસ્કૃત માધ્ેયમમાં વિનામુલ્યે અભ્યાસ માટે મંજુરી અપાતા વિદ્યાર્થીઓને રાહત રહેશે.અહીં રહેવા જમવાની પણ ઉતમ વ્યવસ્થા અને વિનામુલ્યે મેળવી શકશે. સંસ્કૃત માધ્યમમાં ભણીને વિદ્યાર્થીઓ મોટા વિદ્વાન તથા સંસ્કૃતના મોટા પ્રોફેસર પણ બની શકશે.સંસ્કૃત શક્તિ ગુરૂકુળમાં દેવ સંસ્કૃતિ વિશ્ર્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારમાં અનુભવી અને સંસ્કૃતના વિદ્વાનો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. સંસ્થા દ્વારા દિકરા દિકરીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ અલગ અલગ કરવામાં આવી છે. શ્રી હરીબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, વૃધ્ધાશ્રમ, હોસ્પિટલની વિનામુલ્યે સેવા સાથે અમરેલી જિલ્લાના ગૌરવ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના શિલ્પી અને સ્થાપક લોકસેવક ડો. રતિદાદા મહેતા તથા સંસ્થાના સંચાલક શ્રી મહેશભાઇ મહેતાની અવિરત મહેનતથી નવુ સોપાન આગામી નવા સત્રથી શરૂ થઇ રહયુ છે.આ સંસ્થામાં એડમીશન માટે ગાયત્રી સંસ્કારધામ ધારી રોડ, ચલાલાનો આજે જ સંપર્ક કરવા પણ જણાવાયુ