ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદત પુર્ણ : આજથી ચકાસણી

અમરેલી,

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે 14-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિને તા.19 એપ્રિલ, 2024ને શુક્રવારના રોજ 01 અપક્ષ ઉમેદવારે 02 ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા. તા.16 એપ્રિલ, 2024 થી તા.19 એપ્રિલ, 2024ના દરમિયાન કુલ 11 વ્યક્તિઓએ 21 ઉમેદવારી પત્રો ભર્યાહતા. આ પત્રકોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વ્યક્તિઓએ 07 ફોર્મ ભર્યા હતા. સત્યવાદી રક્ષક પાર્ટીના એક વ્યક્તિએ 01 ઉમેદવારી પત્રક ભર્યુ હતુ. બહુજન સમાજ પાર્ટીના 01 વ્યક્તિએ 01 ઉમેદવારી પત્રક ભર્યુ હતું. ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના 01 વ્યક્તિએ એક ઉમેદવારી પત્રક ભર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીના 02 વ્યક્તિએ 06 ઉમેદવારી પત્રકો ભર્યા અપક્ષની ત્રણ વ્યક્તિએ 04 ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જ્યારે બહુજન મુક્તિ પાર્ટીના એક વ્યક્તિએ 01 ઉમેદવારી પત્રક ભર્યુ હતું.
જેમાં શ્રી જેનીબેન ઠુંમર ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ, વિરજીભાઇ ઠુંમર, જેરામભાઇ રાઘવભાઇ પરમાર સત્યવાદી રક્ષક પાર્ટી , ચૌહાણ રવજીભાઇ બહુજન સમાજ પાર્ટી, વિક્રમભાઇ વિસાભાઇ સાંખટ ગ્લોબલ રીપબ્લીકન પાર્ટી, ભરતભાઇ મનુભાઇ સુતરીયા ભાજપ, હિરપરા હિરેનભાઇ કનુભાઇ ભાજપ, ચૌહાણ પ્રિતેશભાઇ રાજેશભાઇ અપક્ષ, બાવકુભાઇ અમરૂભાઇ વાળા અપક્ષ, ભાવેશભાઇ જયંતીભાઇ ટાંક અપક્ષ, બાવભાઇ દાફડા બહુજન મુક્તિ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી