ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલાતા એસપી હિમકરસિંહ

અમરેલી,
કલેકટરશ્રી અજય દહિયા તથા એસપીશ્રી હિમકરસિંહ દ્વારા અસામાજીકો સામે કડક પગલાઓ શરૂ કરી અમરેલી જિલ્લામાં માત્ર ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલી દેવામાં આવ્યા છે.સાવરકુંડલા અને ધજડીના દારૂના ધંધાર્થી તથા બગસરાના માથાભારે શખ્સ અને અમરેલી જિલ્લામાં ચોરી કરાનારા નડીયાદના શખ્સને જુદી-જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતીપુર્ણ વાતાવરણમાં મતદાન થાય તેના માટે એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં ચૂંટણીને અનુલક્ષીનેપોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. પોલીસ તંત્ર દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટરશ્રી અજય દહીયા સમક્ષ મુકવામાં આવતા તેમણે ચારેય શખ્સો સામે પાસાના વોરંટ ઇસ્યુ કર્યા હતા. અમરેલી એલસીબીના પીઆઇ શ્રી અલ્પેશ પટેલની ટીમ દ્વારા સાવરકુંડલાનાં દારૂના ધંધામાં સંકળાયેલા શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાબુ વાળા ઉ.વ.42 ને મહેસાણા તથા કુંડલાના ધજડી ગામના સાગર ચતુર સરવૈયાને સુરત અને બગસરા હુડકોના માથાભારે જયદીપ ઉર્ફે ગુડીયો પ્રવિણ કામળીયાને ભુજ તથા અમરેલી જિલ્લામાં ચોરીનો ઉપદ્રવ કરનાર નડીયાદના પરશોતમ ઉર્ફે પસા પુંજા તળપદાને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યા