છતડીયાની સીમમાં 40 હજારની ખંડણી માંગી ધમકી આપી

અમરેલી,
રાજુલા તાલુકાના છતડીયા ગામની સીમમાં ખારાવાડી ખોડિયારના તળાવમાં કલ્યાણ પુર તાલુકાના પિંડારા રામપુરના કિશનભાઇ લાખાભાઇ માડમ ઉ.વ.26ની ડ્રીમ કન્ટ્રકશન કંપનીને નેશનલ હાઇવે મહુવાથી કાગવદર પેકેજ-3માં કે.સી.સી. બિલ્ડકોન પ્રા. લીમીટેડમાંથી મળેલા વર્ક ઓર્ડર મુજબ રોડમાં માટી કામ કરવાનો ઓર્ડર મળેલ. જે ઓર્ડર મુજબ કિશનભાઇ સુજલામ સુફલામ યોજના અંતર્ગત મંજુરી લઇ છતડીયા ગામની સીમમાં ખારાવાડી ખોડિયાર તળાવમાંથી માટી ઉપાડવાનું કામ કરતા હોય. ત્યારે વડગામના અલ્પેશ ઘોહાભાઇ ધાખડા હાથમાં છરી લઇ આવી હિટાચી મશીનના ડ્રાઇવરોને તથા કિશનભાઇને ગાળો બોલી હિટાચી મશીન ઉપર ધોકા મારી કિશનભાઇને કહેલ કે જો તમારે અહીં કામ કરવું હોય. તો અમારા ગામના રસ્તે તમારે વાહનનો ચલાવવા હોય તો મને રૂા.40,000ની ખંડણી આપો નહીં તો કામ બંધ કરો તેવું જણાવી કિશનભાઇ તથા વિરભદ્રભાઇને છરી બતાવી કામ બંધ કરાવી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ