જાફરાબાદની સીન્ટેક્ષના ગેઈટ પાસે પાંચ બાઈક સળગી

અમરેલી,
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપનીના ગેઈટ પાસે પાર્ક કરેલ બાઈક જી.જે. 14 બી.ઈ. 3931 રૂ/.80,000 , બાઈક જી.જે. 14 .6167 રૂ/.40,000, બાઈક જી.જે. 14, એ.એસ. 9752 રૂ/.41,000 , બાઈક જી.જે. 9818 રૂ/.40,000 તથા બાઈક જી.જે. 14 એ.એસ. 2182 રૂ/.30,000 તેમજ ગેઈટ પાસે અન્ય પાર્ક કરેલ બાઈક તેમાંથી કોઈપણ બાઈકમાં વધ્ાુ ગરમીના કારણે શોર્ટ સર્કીટ થતા આગ લાગતા બાઈકો સળગી જતા આશરે કુલ રૂ/.2,31,000 નું નુકશાન થયાનું ભાવેશભાઈ વેલાભાઈ જાદવે જાફરાબાદ પોલિસ મથકમાં જાહેર કરેલ