ધારીમાં કાળઝાળ ગરમીમાં વિજ ધાંધીયા

ધારી,
અમરેલી જીલ્લા ના ધારી તાલુકામાં ઉનાળો શરૂ થતા વિજળીના ધાંધિયા શરૂ થઇ ગયેલ છે દિવસના અને રાત્રીના ગમે ત્યારે વિજળી નો કાપ રાખવામાં આવે છે જેનાથી આ અસહ્ય ગરમીમાં લોકોને ઘર અંદર રહેવું મુશ્કેલ બને છે અને ધારી પી.જી.વી.સી.એલ. ઓફિસમાં લેન્ડ લાઈન નંબર અને ભેંય્ નંબર રાત્રીના સમયે લગભગ બંધ રાખવામાં આવે છે દર ગુરૂવારે મેઇન્ટેનન્સ ની કામગીરી હોવા છતાં આડા દિવસે લાઈનફોલ્ટ હોય છે આ બાબતે તાત્કાલિક સુધારો કરવામાં નહિ આવે તો ધારી ગામના ગ્રામજનો વિજળી બીલ ભરવાનો બહિષ્કાર કરશે લાઈટ બીલ ભરવામાં મોડું થાય તો પણ કનેક્શન કાપવામાં આવે છે ધારીપી.જ.વી.સી.એલ.દ્વારા ગ્રાહકો ને વારંવાર વિજળીનો કાપ રાખી માનસિક પરેશાન કરવામાં આવે છે તો આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી અમારી માંગણી છે અન્યથા ના છુટકે ધારી ગામના લોકો ને બીલ ભરવાનો બહિષ્કાર કરવો પડશે તેવી રજુઆત વડોદરા પીજીવીસીએલનાં જનરલ મેનેજરને ધારીનાં પરેશ બી.પટણી પ્રમુખ બજરંગ ગૃપ દ્વારા કરવામાં આવી