નવા ઉજળાની સીમમાં સાઠીનાં રોલમાં આગથી નુક્શાન

નવા ઉજળાની સીમમાં સાઠીનાં રોલમાં આગથી નુક્શાન

અમરેલી,
અમરેલી જિલ્લાના નવા ઉજળા ગામ ખાતે કનુભાઈ કાવઠીયા ની વાડીમાં હાઠી ના રોલમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. અંદાજિત 60,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવેલ.તથા આગને વધુ વિકરાળ તથા બીજા ખેતરોમાં જતા અટકાવવામાં આવેલ. આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી.તથા કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા, જાની આનંદભાઈ, જગદીશ ભુરીયા, ઇન્દ્રજીતસિંહ ખુમાણ -ટ્રેઇની, ધર્મેશ જુવાદરીયા- ટ્રેઇની, પારસભાઈ પરમાર, કરનદાન ગઢવી, હર્ષપાલભાઇ ગઢવી, અરૂણભાઇ વાઘેલા, જયદીપભાઇ ડાભી, ધવલભાઇ ચાવડા -ટ્રેઇની વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી .