પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધી યોજનાનો લાભ આપવા રજુઆત

પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધી યોજનાનો લાભ આપવા રજુઆત

દામનગર,

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે તે માટે રજુઆત કરી સરકારશ્રી દ્વારા 1 ડિસેમ્બર 2018 થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ જે યોજના અંતર્ગત ખેડૂતો ના ખાતા માં વાર્ષિક 5000/- ની સહાય ડી.બી.ટી મારફત જમા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી દામનગર તેમજ લાઠી વિસ્તાર ના ખેડૂતો ને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ ના ખાતા માં આ યોજના હેઠળ રકમ જમા થયેલ નથી જેથી સરકારશ્રી ની આ યોજના નો લાભ વહેલી તકે તમામ લાભાર્થીઓ મળી રહે તે અંગે વહેલી તકે આપની કક્ષાએ થી યોગ્ય કાર્યવાહી કરવા અધિક મુખ્ય સચિવ, કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કલેક્ટર, કલેકટરશ્રી અમરેલી પ્રાંત અધિકારી લાઠી મામલતદાર લાઠી કૌશિકભાઈ વેકરીયા નાયબ મુખ્ય દંડક-ગુજરાત રાજ્ય, ગાંધીનગર સાંસદ સભ્યશ્રી નારણભાઇ કાછડિયા અમરેલી જિલ્લો જનકભાઈ તળાવિયા સહિત ને પત્ર પાઠવી આ પ્રશ્ન સંદર્ભે યોગ્ય નિકાલ થવા રજુઆત કરી