બગસરાના જેતપુર રોડ ઉપર 4 દીવસથી પાણી વિતરણ ઠપ્પ

બગસરાના જેતપુર રોડ ઉપર 4 દીવસથી પાણી વિતરણ ઠપ્પ

બગસરા,

બગસરામાં ઘણા સમયથી જેતપુર રોડ પર સાદી ગટર હતી જેના હિસાબે ચોમાસા દરમિયાન પાણીનો ખૂબ ભરાવો રહેતો હતો પાલિકા દ્વારા આ ગટર ને ભૂગર્ભ ગટર બનાવવા ટેન્ડરો મૂકેલા જેમાં હાલમાં જ આ કામ શરૂ કરેલ છે પરંતુ આ કામ કેવું અને કેટલી ગુણવતા સભર થઈ રહેલ છે તેની તપાસ માટે બગસરા પાલિકા દ્વારા ઇજનેરોનીમવામાં આવે છે જ્યારે આ કામ ની ભાળ લેવા કોય પણ અધિકારી આવેલ નથી જેના હિસાબે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરી જેમ ફાવે એમ ખોદાણ કરી પાણીના કનેક્શન ની પાઇપલાઇનનું તોડતા આ વિસ્તારના લોકોને પાણી વિહોણા કરી દીધા છે જ્યારે બગસરામાં જેતપુર રોડ ઉપર આવેલ આ કામ ના લિધે 4 દિવસ થી પાણી વિતરણ ઠપ થઈ ગયું છે જ્યારે લોકો તેમજ પાણી વિતરક દ્વારા આ લોકો ને કહેતા તેવો કામ કરવા માં ગલ્લા તલ્લા કરી રહ્યા છે જ્યારે આ કામ માં કોય પણ પ્રકારની પાઇપ લાઇન નું ભંગાણ થાય તો સંપુર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી પાણી ની જે પાઇપ લાઇનો તોડી નાખવામાં આવી છે તે રિપેર કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે જેના હિસાબે ભર ઉનાળે આ વિસ્તાર ના લોકો ને છેલ્લા 4 દિવસ થી પાણી વિતરણ ઠપ થઈ ગયું