બગસરાના ડેરીપીપરીયામાં દોઢ કિલ્લો ગાંજા સાથે એક ઝડપાયો

અમરેલી,
બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામે હનુમાન પરા મફત પ્લોટમાં સુરેશ કાળુભાઇ બગડાને નશાકારક માદક પર્દાથ ડાળખા સાથેના ભેજ યુકત સુકા ગાંજો એક કિલ્લો 542 ગ્રામ રૂા.15,420 તથા એક એંડ્રોઇંડ મોબાઇલ રૂા.5 હજાર મળી કુલ રૂા.20,420ના મુદામાલ સાથે અમરેલી એસઓજીના પીએસઆઇ એન. બી. ભટ્ટે ઝડપી પાડયો હતો. જયારે આ જથ્થો કલ્પેશ પારર્ગી રહે. રાજસ્થાન વાળાએ આપી ગુનામાં મદદગારી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ