બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં લોન પેટે આપેલ ચેક રિર્ટન થતાં એક વર્ષની સાદી કેદની સજા

અમરેલી,
તાજેતરમાં અમરેલીના રહેવાસી નરેશભાઈ ગીરધરભાઈ વિસાણી અનેક સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ રકમ ભરતાં ન હોય અને બેખોફ થઈ ફરતાં હોય અને અમરેલીની શ્રી બગસરા ના.શ.સ.મં.લી. માંથી રૂા. 1,00,000/- નું ધિરાણ લઈ રકમ ન ભરતાં હોય મંડળીની વિનંતી બાદ આરોપીએ ચેક પરત ફરતાં પુરાવાના અંતે આરોપીને અમરેલીના મહે.શ્રી ત્રીજા એડી. સીનીયર સીવીલ જજ અને એડી. ચીફ જયુ.મેજી. શ્રીએ એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની કુલ રકમ રૂા. 1,00,193/- 9% ના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે. આ ફરીયાદ મંડળીના ફીલડ ઓફીસર અને શાખા સેકેટરી જયદીપભાઈ ધીરૂભાઈ નાકરાણીએ કરેલ અને મંડળીના વકીલ તરીકે શ્રી એ.સી.વરીયા રોકાયેલ હતા. કોર્ટ ને પણ ગણકારતા ન હોય તેવા રીઢા ગુનેગારો અને બીજા બાકીદારો માટે લાલબતી સમાન આ ચુકાદો જોવા મળે છે