બહેનોની વાત કરનાર ભાજપે અમરેલી જિલ્લામાં બહેનોને કયારેય ટીકીટ આપી છે ખરી ?: શ્રી વિરજીભાઇ ઠુમ્મર

બહેનોની વાત કરનાર ભાજપે અમરેલી જિલ્લામાં બહેનોને કયારેય ટીકીટ આપી છે ખરી ?: શ્રી વિરજીભાઇ ઠુમ્મર

અમરેલી,
ગુજરાત કોંગ્રેસના સીનીયર પ્રદેશ અગ્રણી પુર્વ સાંસદ અને પુર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં સીધો સવાલ કર્યો હતો કે, બહેનોની વાત કરનાર ભાજપે અમરેલી જિલ્લામાં બહેનોને લોકસભામાં કે ધારાસભામાં કયારેય ટીકીટ આપી છે ખરી.લોકસભાની અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસે શિક્ષીત ઉમેદવાર અને જિલ્લા પંચાયતમાં પારદર્શી વહીવટ આપનાર પુર્વ પ્રમુખ શ્રી જેનીબહેનને ઉભા રાખ્યા છે તેને અમરેલી સંસદીય મતવિસ્તારમાં જનજનમાંથી પ્રચંડ આવકાર મળી રહયો છે તે ભારે બહુમતીથી વિજેતા થવાના છે તેમા શંકાને કોઇ સ્થાન નથી તેમ જણાવી શ્રી વિરજીભાઇ ઠુમ્મર અવધ ટાઇમ્સની સાથે સીધી વાતમાં જણાવેલ કે, મણીપુર સળગી રહયું છે છતા સરકારના પેટનું પાણી નથી હલતુ મીલટરીના ઓફીસર કેડરના જવાને અફસોસ વ્યકત કરવો પડયો કે, કારગીલ સરહદે દેશને બચાવ્યો પણ મારી પત્નીને ન બચાવી શકયો આનાથી મોટી દેશની ખરાબ હાલત કઇ હોઇ શકે ?.