બાબરા પોલીસ મથકમાં બાઇક ચોરીના ગુનમાં મુદામાલ સાથે એક ઝડપાઇ ગયો

બાબરા પોલીસ મથકમાં બાઇક ચોરીના ગુનમાં મુદામાલ સાથે એક ઝડપાઇ ગયો

બાબરા,
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા રેન્જના જિલ્લાઓમાં દાખલ થયેલ મિલ્કત સંબધી ગુનાઓ આરોપીને પકડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ આવાપ્રકારના ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા ના.પો.અધિ. ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ મથકમાં દાખલ થયેલ બાઇક ચોરીના ગુનામાં બાબરાના પીઆઇ સી.એસ. કુગસીયાના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ તેમજ સિસિટીવી કેમેરાની મદદથી પીએસઆઇ આર.વી. રાઠોડ, હે.કોન્સ. આરબી. પાનસુરીયા, પો. કોન્સ. મહાવિરસિંહ સિંધવ, ભુપતભાઇ સરસીયા તથા છત્રપાલસિંહ ગોહિલ દ્વારા મોણપુર ગામના વિરમ જયંતિભાઇ સાકરીયાને મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો ડિટેકટ કર્યો