રાજુલાનાં કોટડી ગામે પાર્કિગ કરેલી ફ્રન્ટી કાર સળગી

રાજુલાનાં કોટડી ગામે પાર્કિગ કરેલી ફ્રન્ટી કાર સળગી

રાજુલા,

રાજુલા તાલુકાના કોટડી ગામે પોતાના રહેણાંકના મકાનમાં એક ફોરવીલ ફ્રન્ટી ગાડી પાર્કિંગ કરેલી સળગી ઊઠવાના સમાચાર મળી રહ્યા છે આ અંગેની વિગત એવી છે કે કોટડી ગામના રહેવાસી મનુભાઈ ભગવાનભાઈ બલદાણીયા જે પોતાના મકાનમાં પોતાની ફ્રન્ટી ગાડી પાર્કિંગ કરેલી હતી જે અચાનક સળગી ઊઠતા લોકો એકત્રિત થઈ અને પાણી એકત્રિત કરીને આ આગને બુજાવવાનો પ્રયત્ન કરેલો પરંતુ આ આગ ખૂબ જ ભયાનક હોવાથી રાજુલા ફાયર વિભાગને જાણ કરેલી અને મહા મહેનતે આગને ગામલોકોએ કાબુમાં લીધેલી જોકે ઘટના કેવી રીતે બને તે હજુ સુધી જાણવા મળેલ નથી. જાણવા મળતી વિગત મુજબ ફાયર રાજુલા થી પહોંચે તે સમય માં ગામ લોકોએ ભારે જહેમત ઉઠાવી અને આ આગ કાબૂ માં લીધેલ સમાચાર મળી રહ્યા છે જોકે આ આગમાં આ ગાડી સાવ બળી ગયેલ હોવાનું જાણવા મળ્યુ