રાજુલામાં ભાગતા આરોપીનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલો કર્યો

અમરેલી,
રાજુલા મફતપરા વડલી રોડ ઉપર રહેતાં હરસુર ઉર્ફે લાલો ભરતભાઇ ધાખડા બાબરા ગાળી નામની શેરીમાં આવેલ બાપા સીતારામના ઓટા પાસે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ રાજુલાના હદપારીના કેસમાં હુકમનો ભંગ કરી કોઇપણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વીના રાજુલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોતાના રહેણાંક મકાને આવેલ હોય. જેની બાતમી આધારે તા. 11-4-24ના સાંજના 6-45 કલાકે ફરિયાદી મધ્ાુભાઇ નથુભાઇ પોપટ હે.કોન્સ અને સાથેના પોલીસ કર્મચારી ઘરે પકડવા માટે જતાં હરસુર ઉર્ફે લાલો ભરતભાઇ ધાખડા તથા દિપક ભરતભાઇ ધાખડા દોડીને ભાગી ગયેલ જેથી મધ્ાુભાઇ તથા સાથેના પો.કોન્સ. મહેશભાઇ બારૈયાએ પીછો કરી હરસુરને પકડેલ એ દરમિયાન મધ્ાુભાઇ તથા પો.કોન્સ મહેશભાઇ બારૈયા સાથે ઝપાઝપી કરી બંને શરીરે મુંઢ મારમારી ઉજરડાઓ કરેલ તે દરમિયાન મધ્ાુભાઇ સાથેનો પોલીસ સ્ટાફ આવી જતાં હરસુરને બળ પ્રયોગ કરી મધ્ાુભાઇ પોલીસની સરકારી બોલેરો તરફ લઇ જતાં હતાં. ત્યારે દિપક ભરતભાઇ ધાખડડા અને રણજીત ભરતભાઇ ધાખડા હરસુરને છોડવવા માટે આવેલ અને છોડાવવા વચ્ચે પડેલ અને કહેવા લાગેલ કે તેમે મારા ભાઇને મુકી દો તેમ કહી ત્યા હાજર પોલીસ સ્ટાફ તથા પીએસઆઇ અને ફરિયાદી તથા સમગ્ર પોલીસ સ્ટાફને ત્રણ આરોપીઓએ મોટા અવાજે જેમ ફાવે તેમ અભદ્ર ભાષામાં ગાળો બોલી આજુ-બાજુના રહેણાંકોમાં રહેતાની લોકોની શાંતિનો ભંગ કરી હરસુર મધ્ાુભાઇ તથા સાથેના પોલીસને કહેવા લાગેલ કે, તમો પોલીસે મને તડીપાર ભંગનાકેસમાં પકડેલ છે. હવે તમે આવનાર ચૂંટણીમાં કેવી રીતે નોકરી કરો છો, હું તમો પોલીસને જોઇ લઉ છું. મતદાન આવે ત્યાં સુધીમાં હું તમો પોલીસને ધંધ્ો લગાડી દઇશ એવી ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુના કર્યાની મધ્ાુભાઇ પોપટે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ