રાજુલા-અમરેલી રોડ ઉપર ગાબડુ પડતા ભ્રષ્ટાચારીઓ સામે કડક હાથે કામગીરી કરવા શ્રી હિરાભાઇની માંગ

રાજુલા-અમરેલી રોડ ઉપર ગાબડુ પડતા ભ્રષ્ટાચારીઓ સામે કડક હાથે કામગીરી કરવા શ્રી હિરાભાઇની માંગ

રાજુલા,
રાજુલા અમરેલી રોડ ઉપર જાપોદર પાસે આવેલા પુલમાં ભ્રષ્ટાચાર થતાં આ પૂર તૂટી જવા પામ્યો હતો અને ગાબડું કરતા ભારે રોજ વ્યાપી જવા પામ્યો હતો. આજે ખુદ ભાજપના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓને સાથે રાખી આની સામે કડક સાથે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા સાવરકુંડલા રોડ ઉપર જાપોદર પાસે આવેલ પુલમાં બે દિવસ પહેલા ગાબડું પડ્યું હતું. બાદમાં તે પુલ બંધ કરી અને બાજુના પુલમાં વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. આજરોજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને સાથે રાખી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અધિકારીઓને કડક ભાષામાં આ પુલ્લે યોગ્ય કરવા અને જવાબદારો સામે કડક હાથે પગલા ભરવા સુચનાઓ આપતી આપી હતી. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે આર રસ્તો ખૂબ જ મહત્વનો હોય અને આવા તત્વો જો કોઈ આ રસ્તામાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોય એના પુલમાં પડે ગેર રીતે કરી છે આ બાબતે હું સરકારમાં પણ મેં પત્ર લખ્યો છે અને આમાં જે કોઈ જવાબદાર હશે એવા એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.